Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી અને સાવરકુંડલાના પત્રકાર ઇકબાલ ગોરીનો જન્મદિન

સાવરકુંડલા તા. રઃ.. અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પત્રકાર ઇકબાલ એફ. ગોરીનો આજે જન્મ દિવસ છે. તેઓએ ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તા. ર-૬-૧૯૭ર જન્મ લેનાર ઇકબાલ ફતેમામદભાઇ ગોરી છેલ્લા ત્રણ દાયકાથી રાજકીય સામાજીક અને પત્રકારીત્વ ક્ષેત્રે સંકળાઇને લોકોની સેવા માટે અડધી રાત્રનો હોકારો છે. લોકોના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી બની નિઃસ્વાર્થ પણે નોંધ પાત્ર સેવાઓ બજાવી છે. અને હાલ બજાવતા આવે છે. શ્રી ઇકબાલ ગોરી અખિલ ગુજરાત સિપાહી સમાજના ઉપપ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ 'અકિલા'ના પત્રકાર, ગુલીસ્તાન એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન તેમજ સામાજીક રાજકીય પત્રકારીત્વ અને સેવાકીય ક્ષેત્રે સંકળાયેલ છે. ઇકબાલ ગોરીના શોખ ના વિષયોમાં લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી. અને નવ યુવાનોને રાજકીય પત્રકારીત્વ ક્ષેત્રે શીખ આપી આગળ લાવવાના પ્રયાસો કરવાના તેમાં ઘણા આગળ આવી ગયા છે.

જન્મ દિવસ નિમિતે (મો. ૯૮ર૪૮ ૩૩૪૬૦) જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:05 pm IST)