Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રાજકોટ જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ રસિલાબેન સોજીત્રાનો જન્મદિન

રાજકોટ : જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાનો  આજે તા. ૨જી જુનના રોજ જન્મદિવસ છે. શ્રીમતી રસીલાબેન સોજીત્રા બાલ સુરક્ષા આયોગના પૂર્વ ડીરેકટર, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુકત સેનેટ સભ્ય તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી તથા મહિલા મોરચાના પ્રભારી તરીકે સંગઠનમાં કામગીરી બજાવેલ છે. ઓલ ઇન્ડિયન હ્યુમન રાઇટ અસેસના રાષ્ટ્રીય ચેરપર્સન તરીકે માનવ અધિકારો માટેની પ્રવૃતિ અને કાર્યવાહી નિષ્ઠાપૂર્વક બજાવી રહયા છે.

મવડીના પૂર્વ કોર્પોરેટર તરીકે અનન્ય લોકચાહના મેળવી ભાજપ સરકારની લોકોપયોગી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડવા મહિલા સંમેલનો દ્વારા જહેમત ઉઠાવી રહયા છે. કેળવણીકાર તરીકે ગીરમાં ''ઋષિકુળ'' ની સ્થાપના કરી તેમજ રાજકોટમાં સમોઝાદ વિદ્યામંદિરના સ્થાપક સંચાલક છે. કન્યા કેળવણીના આર્દશ સંચાલક તરીકે રાજકોટમાં બહેનોના ઉત્કર્ષ માટેની મહિલા કલ્યાણની પ્રવૃતિઓની શરૂઆત કરાવેલ. સોૈરાષ્ટ્ર શિક્ષણ હિતરક્ષા સમિતિના પ્રમુખ તરીકેની અને યુનિવર્સિટીના શિક્ષણના પ્રશ્નોને વાંચા આપવામાં અગ્રણ્ય રહેલ છે. ''ગીરવરતળે'' સાપ્તાહિક અખબાર અને પત્રકારત્વ દ્વારા ખેડુતોના પ્રશ્નો અંગે અનેકવિધ રજુઆતોમાં અગ્રણ્ય રહેલ છે. આજે તેમના જન્મદિને રાજકીય મહાનુભાવો, કેળવણીકારો અને બહોળા મિત્રવર્ગમાંથી શુભેચ્છાઓનો મહાસાગર ઉમટી રહયો છે. તેમના

 મો.નં. ૯૯૭૯૯, ૦૮૮૬૬, ૯૯૭૯૧ ૦૫૫૬૬ રાજકોટ.

(11:32 am IST)