Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વોર્ડ નં.૧રના કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ સખીયાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમીતીના વોર્ડ નં.  ૧ર ના વોર્ડ પ્રમુખ જગદીશભાઇ રવજીભાઇ સખીયાએ આજે પોતાના જીવનના ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જગદીશભાઇએ પોતાની રાજકીય કારકીર્દીની યુવા કાળથી શરૂઆત કરેલ. તેઓ અનેક સેવાકીય સામાજીક કાર્યો કરી રહયા છે. વ્યવસાયે તેઓ બિલ્ડર છે તેમજ અનેક સામાજીક સંસ્થાઓ માટે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર અને ફરજનિષ્ઠ કોંગ્રેસી તરીકે સેવા આપી રહયા છે.

આજે તેમના ૪૭માં જન્મદિવસ નિમિતે તેમને મો. ૯૮રપ૬ ૧૬૭ર૦ દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ, કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુત, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, વોર્ડ નં. ૧ર કોર્પોરેટર વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, ડો. ઉવર્શીબેન સંજયભાઇ પટેલ અને તમામ વોર્ડના પ્રમુખો, પ્રભારીઓ, સેલના પ્રમુખો, શહેરના હોદેદારો વગેરેએ જગદીશભાઇને જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે.

(4:56 pm IST)