Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બાપલીયાઃ પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ  ભાજપનાં પુર્વ કોર્પોરેટર અને આગેવાન હરીભાઇ ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. ૧ જુન ૧૯૬૨માં ગામ નેસડા, જી.જામનગર ખાતે જન્‍મેલા હરીભાઈ સફળ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવાનીમાં ભાજપના ભગવા રંગે રંગાયેલા હરીભાઈ ડાંગર ૧૯૯૦માં કોંગ્રેસનો ગઢ ગણાતા એવા જુના વોર્ડ નં.૦૭માં ભાજપની ત્રણ બેઠક પ્રસ્‍થાપિત કરવાનું બહુમાન ધરાવે છે.    પાંચ વર્ષ ગુજરાત રાજયના નશાબંધી વિભાગના ડિરેક્‍ટર રહી ચુકેલા છે. મ્‍યુનિ. કોર્પોરેશનમાં માર્કેટ તથા રોશની સમિતિના ચેરમેન તરીકે તથા સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય તરીકેની જવાબદારી નિભાવી હતી.

 બાપલીયાના હુલામણા નામથી ઓળખાતા હરિભાઈ ડાંગર આહીર જ્ઞાતિના શિક્ષણ, સમૂહ લગ્ન, કન્‍યા કેળવણી સહિતની પ્રવૃતિઓમાં યોગદાન આપી રહ્યા છે. બહોળો લોક સમુદાય મિત્ર વર્તુળ અને કાર્યકરોમાં ચાહના પ્રાપ્ત કરી છે. તેમના જન્‍મદિવસની શુભેચ્‍છા આપવા માટે મો.નં. ૯૮૨૪૨ ૮૭૦૦૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:50 pm IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST