Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કોંગ્રેસ અગ્રણી સુરેશભાઇ બથવારનો આજે ''હેપી બર્થ ડે''

રાજકોટ તા. ૧: કોંગ્રેસ અગ્રણી સુરેશભાઇ બથવારનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે ૪પ વર્ષ પૂર્ણ કરી ૪૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

સુરેશભાઇ મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવી છે તેઓએ ઇનજીનયરિંગનો અભ્યાસ કર્યા બાદ એલએલ.બી. તથા પત્રકર્તા વતી અભ્યાસ પણ કર્યો છે તેઓ ૧ર વર્ષ સુધી પી.જી. થી સી.એલ.માં ઇજનેર તરીકે પ્રસંશનીય કામગીરી કરી હતી અને હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ડેલીગેટ તરીકે સેવા આપી રહ્યા છે દેરડી કુંભાજી ખાતે આવેલી લો કોલેજમાં તેઓ કેમ્પસ ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ સૌરાષ્ટ્ર યુનિ માં તેઓ દશ વર્ષ સુધી સેનેટ સભ્ય તરીકે સેવા આપી હતી એકલવ્ય ફાઉન્૯ેશન ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ છે. સુરેશભાઇને તેમના જન્મ દિવસે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાંથી શુભેચ્છા અપાઇ રહી છે.

(4:20 pm IST)