Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

માહિતી ખાતાના સરકારી મંડળના ઉપાધ્‍યક્ષ ભુપેન્‍દ્રભાઇ ઠુમ્‍મરનો જન્‍મ દિવસ

નવાગઢ તા. ૧: માહિતી ખાતાના સરકારી મંડળના ઉપાધ્‍યક્ષ બી. ટી. ઠુમ્‍મરનો આજે જન્‍મ દિવસ છે.

જેતપુરના વતનીને પૂ. પા. શ્રી જલારામ બાપાના વિરપુર ગામે ગુજરાત સરકારના માહીતી ખાતામાં સંપૂર્ણ તટસ્‍થતા, નિરપેક્ષતા, નીડતા અને નિખાલસતાથી વર્ષો થયા ફરજ અદા કરતા શ્રી ઠુમ્‍મર છેલ્લા વિસ વર્ષ થયા સરકારી મંડળના હોદેદાર નેચાર વર્ષ થયા ઉપ પ્રમુખનો હોદો સોભાયમાન કરી રહ્યા છે.

ભુપેન્‍દ્રભાઇ ઇન્‍ડીય યુથ કલબ, બાલયોગી હનુમાનજી મંડળ (ધોરાજી) પટેલ સેવા સમાજ તથા માનવ કલ્‍યાણ પરીષદ, સહીતની સેવાના સદાવ્રત સમી સંસ્‍થાઓમાં સતત સેવાઓ અર્પી રહ્યા છે.

નોકરી ક્ષેત્રે કાર્યકુશળતા અને દિર્ઘદ્રષ્‍ટા સમુ વ્‍યકિતત્‍વ ધરાવતા શ્રી ઠુમ્‍મરના જીવનમાં તેમના ધર્મપત્‍ની શ્રીમતી અનીતાબેને ભારે સાહસ કર્યું છે.

કર્મયોગથી સેવાયોગની ધીકતી ધુણી સમા બી. ટી. ને તેમના જન્‍મ દિનની મોબાઇલ નંબર ૯૪ર૬૯ ૩૦૪૦૯ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

 

 

(4:12 pm IST)