Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વેરાવળ પોલીસ સબ ઇન્સ. બી.બી. કોળીનો જન્મદિવસ

તા.૧ ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ એલ.સી.બી. અને વેરાવળ ના પોલીસ ઇન્સપેકટર ૧ જુને તેમની સફળતમ જીંદગીના ૫૧ વર્ષ પુર્ણ કરી પર માં વર્ષમાં પ્રવેશે છે.

છોટા ઉદેપુર તાલુકાના પાનવડ ગામના કવાંટ ગામે તા. ૧/૬/૬૭ ના રોજ જન્મેલા તેઓ રાષ્ટ્રસેવા હેતુ ૧૯૮૯માં રાજય પોલીસ તંત્રમાં જોડાયા અને જેમનુ પહેલુ પોસ્ટીંગ અમદાવાદના શહેર કોટડા, કંન્ટ્રોલ રૂમ, ટ્રાફીક તેમજ જુનાગઢ, ચોરવાડ, શીલ અને રાજય સી.આઇ.ડી. ગાંધીનગર તથા પ્રભાસ પાટણ ખાતે ફરજો બજાવી ખુન-ખંડણી અને પોસ્કોના કેઇસો ઉકેલી તંત્રની સાન વધારેલ.

વડોદરા-સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેલમાંથી પરિક્ષા આપી પી.એસ.આઇ તરીકે તેમજ ૩૧/૧/૨૦૧૪ થી પ્રમોશન મેળવી પી.આઇ. બન્યા.

તા. ૩૧/૩/૧૬ થી વેરાવળ સી.ટી. પોલીસ ઇન્સ. તરીકે કાર્યરત તેઓનો સાલસા-નમ્ર અને ફરીયાદી- અરજદારોને ન્યાયપૂર્ણ રીતે સાંભળી સલામતીનો અહેસાસ કરાવવો અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેઓનો સુંદર ફાળો છે.

તેમના જન્મદિન ઠેર-ઠેર અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઇ રહયો છે. (સંપર્કનંબર- ૯૪૨૬૩ ૬૯૪૦૬)

(4:21 pm IST)