Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧ : સરળ સ્‍વભાવના નિષ્‍ઠાવાન કર્મઠ અગ્રણી એવા રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભભાઇ શેખલીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ પૂર્વ જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત રાજય નશાબંધીના સભ્‍ય તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. સમાજીક સંગઠન તેમજ અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૬૯ ૦૫૬૯૯ છે.

(12:37 pm IST)
  • અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST

  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST