Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કોડીનાર નગરપાલીકાનાં ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકીનો જન્‍મ દિવસ

કોડીનાર તા. ૧ :.. પાલિકાના ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકીનો ૪૯ મો જન્‍મ દિનછે. તેઓ નગરપાલીકાનાં પ્રમુખ હતા ત્‍યારે ગુજરાતનાં સી. એમ. તરીકે નરેન્‍દ્રભાઇ મોદી હતા અને કોડીનાર નગરપાલીકાને સ્‍વચ્‍છ કોડીનારનું બહુમાન મેળવેલ હતું.  ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર નગરપાલીકા પુર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ શિવાભાઇ તથા તેમની ટીમે કોડીનારનો  વિકાસની હરણફાળ ભરી છે. સ્‍વચ્‍છતામાં સમગ્ર જીલ્લામાં અવ્‍વલ નંબર છે. નગરનાં  પ્રજાજનો માટે પાણી સુવિધા, રોડ રસ્‍તા, સીટી બસ,વિવેકાન્‍દ પાર્ક, અદ્યતન ક્રિકેટ સ્‍ટેડીયમ, વિગેરે સવલતો પ્રાપ્ત થઇ છે. તેમના જન્‍મદિને મિત્રો શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા મળી રહી છે.

(12:24 pm IST)