Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કાઠી સમાજના અગ્રણી શાંતુભાઈ ખુમાણનો આજે ‘હેપી બર્થ ડે'

રાજકોટ, તા. ૧ :. સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના રહીશ કાઠી સમાજના અગ્રણી દરબાર શ્રી શાંતુભાઈ દાદાભાઈ ખુમાણનો આજે જન્‍મ દિવસ છે. તેઓ શ્રી અગાઉ પોલીસ ખાતામાં નિષ્‍ઠાપૂર્વક ફરજ બજાવેલ છે. હાલ તેઓ રાજકોટમાં શિવસેનાના સભ્‍ય છે.

શ્રી ખુમાણ ધાર્મિક પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. જેમાં મુખ્‍ય કાર્ય ગરીબોની સેવા તેમજ જરૂરીયાતમંદોને આર્થિક મદદ કરે છે. આજે તેઓના જન્‍મદિને મિત્રો, સગાસ્‍નેહીઓ દ્વારા તેઓને તેમના મો. ૯૯૨૪૪ ૦૫૨૨૯ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:53 am IST)
  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST