Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પદ કરતા ‘કદ' મોટુઃ શંકર ચૌધરીને જન્‍મદિન મુબારક

રાજકોટઃ. પીડિતોના આંસુ લુછવાની સાથે આંસુનુ કારણ ભૂસવા સદા તત્‍પર રહેતા ભાજપના અગ્રીમ નેતા શ્રી શંકર ચૌધરીનો જન્‍મ ૧૯૭૦ના વર્ષની તા. ૧ જૂને થયેલ. આજે ૪૯માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

મૂળ ઉત્તર ગુજરાતના રાધનપુરના વતની શ્રી શંકર ચૌધરી ૪ વખત ધારાસભ્‍ય તથા રાજ્‍યના આરોગ્‍ય, પર્યાવરણ, શહેરી વિકાસ, વાહન વ્‍યવહાર વગેરે વિભાગોના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન છે. ભાજપ સંગઠનમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, પાર્ટીના પ્રદેશ મહામંત્રી સહિતના પદ પર તેમણે પોતાની કાબેલિયત સિદ્ધ કરી છે. રાજ્‍ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. તેઓ કોઈ પદ પર હોય કે ન હોય, તેમનું ‘કદ' મોટુ રહ્યુ છે. પાર્ટીએ હમણા જ તેમને લોકસભાની ચૂંટણી સમિતિમાં સ્‍થાન આપ્‍યુ છે. તેમને હેપ્‍પી બર્થ ડે...

મો. ૯૮૨૫૩ ૧૩૧૯૯ - ગાંધીનગર

(10:51 am IST)