Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જીલ્લા પંચાયતના લોકપ્રિય કર્મચારી જાનીનો હેપી બર્થ-ડે : સાથોસાથ આજે નિવૃતિ વિદાયમાન : શુભેચ્‍છા

રાજકોટ, તા. ૩૧ :  જિલ્લા પંચાયતના વહીવટી શાખામાં ફરજ બજાવતા જાની મુકેશભાઇ આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા અને આજે તેમનો જન્‍મદિવસ હોય સ્‍ટાફ દ્વારા બહુમાન કરી શુભેચ્‍છા પાઠવાઇ હતી.

મુકેશભાઇ જાનીને નોકરીનાં ૩ર વર્ષની સેવા ૧૮ વર્ષ તો વહીવટી શાખામાં જ ફરજ બજાવી છે તેઓને આજના જન્‍મ દિવસ નિમિત્તે તથા સર્વીસના વય નિવૃત્તિનાં દિવસે અધિકારીગણ ત્‍થા પદાધિકારીગણ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે એક કર્તવ્‍ય અને કર્મનિષ્‍ઠ કર્મચારી તરીકે સેવા બજાવવા સંદર્ભે તેઓ બેસ્‍ટ કર્મચારીનો પણ ખીતાબ મેળવી ચુકયા છે. કર્મચારી ગણમાં લોકચાહના ધરાવનાર મુકેશભાઇ જાનીને તમામ સ્‍ટાફ દ્વારા શુભેચ્‍છા પાઠવી બહુમાન કરાયું હતું.

(4:17 pm IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST