Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કેઈઝન ગ્રુપના સીઈઓ વસીમ માંકડાનો આજે જન્મદિવસ

રાજકોટ : શૈક્ષણિક જગતમાં આગવુ સ્થાન ધરાવતા કેઈઝન ગ્રુપના સીઈઓ શ્રી વસીમ માકડાનો આજે જન્મદિવસ છે. તેમણે મેનેજમેન્ટનો અભ્યાસ સોમલલીત કોલેજમાંથી એમબીએ કાયદાક્ષેત્રનો અભ્યાસ પાંધી કોલેજમાંથી, એલએલબી પત્રકારત્વ ક્ષેત્રે બીે.જે.એમ.સી.નો અભ્યાસ હિરાણી કોલેજમાંથી અને બીકોમ અને અભ્યાસ એચ. એન. શુકલ કોલેજમાંથી વિવિધ ડીગ્રીઓ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરીને મેળવેલ છે. તેઓ કેઈઝન ટાઈમ્સ ન્યુઝ પેપરના તંત્રી તરીકે પાંચ વર્ષથી કેઈઝન એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેઈઝન યુવા ગ્રુપના ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કેઈઝન ગ્રુપ દ્વારા જ છેલ્લા ૧૦ વર્ષોથી હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે દર વર્ષે ૩ થી ૪ સેમીનાર એજ્યુ. તથા રાજકોટની સ્કુલ કોલેજોમાં ૧૦૦થી વધુ સેમીનાર, વિવિધ ટેલેન્ટ હન્ટ, ડ્રોઈંગ, કવીઝ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરેલ છે. (મો.૯૮૨૪૫ ૮૬૫૬૧)

(4:17 pm IST)