Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ભવ્ય કોમ્યુનીકેશનના સંચાલક અને

વોર્ડ નં.૧૦ના ભાજપ પ્રમુખ રજનીભાઇ ગોલનો જન્મદિન : ૪૦માં વર્ષમાં પ્રવેશ

 રાજકોટઃ શહેર વોર્ડ નં.૧૦ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જાણીતી એડ. એજન્સી ભવ્ય કોમ્યુનીકેશનના રજનીભાઇ ગોલ આજે ૨૬મેના રોજ ૩૯ વર્ષ પુર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

  દેરડી (કુભાર)ના વતની રજનીભાઇ ઉમિયાજી માતાજી મંદીર સિદસરના કારોબારી સભ્ય તેમજ કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં પ્રત્યેક્ષ- પરોક્ષ રીતે સેવાકાર્ય સાથે તેના પ્રચાર પ્રસાર માટે નિરંતર સેવા આપી રહયા છે. બહોળુ મિત્ર વર્તુળ તેમજ કડવા પાટીદાર સમાજ સહિત અનેક સામાજીક- રાજકીય-વ્યવસાયિક અગ્રણીઓ સાથે અંગત ધરોબો ધરાવે છે

 રજની ગોલે સુપ્રસિધ્ધ અખબારમાં પત્રકાર તરીકે ૧૨ વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તેઓ છેલ્લા ૧૧ વર્ષથી ભવ્ય કોમ્યુનીકેશનના નામથી એડ એજન્સી દ્વારા વિજ્ઞાપનકારોની વ્યવસાયિક ક્ષેત્રે સફળતાના સહભાગી બન્યા છે પરંપરાઓમાં સકારાત્મક પરિવર્તનનાં જીવનમંત્ર              દ્વારા સામાજિક-વ્યવસાયિક-રાજકીય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર રજનીભાઇ ગોલ (મો.૯૩૭૪૯ ૧૦૧૨૧) પર જન્મદિન પ્રસંગે ચોમેરથી અભિનંદનો વરસી રહયા છે.

(4:06 pm IST)