Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટર પરેશભાઇ હરસોડા નો જન્મ દિવસઃ અનોખી ઉજવણી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧ ના કોંગ્રેસના કોર્પોરેટર પરેશભાઇ હરસોડા નો આજે તા.૨૬ નો જન્મ દિવસ છે. ૨૫ મે ૧૯૮૧ ના જન્મેલા પરેશભાઇએ ૩૭ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓએ બુક, જસ્ત્રદાન તથા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોની જન્મ દિવસની અનોખી ઉજવણી કરી છે.

પરેશભાઇ હરસોડા વદર્ડ નં.૧૧ માં જંગી મતોથી વિજયી બન્યા તેઓ સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબરલ ટ્રસ્ટના પ્રમુખ છે. આજે જન્મઋદન નિમિતે જરૂરીયાત મંદ વિદ્યાર્થીની ફી ભરી આપવાનો નિર્ધાર કરેલ છે. ઉપરાંત ૨૦૦૦ થી ૨૫૦૦ વિદ્યાર્થીઓને દર વર્ષે દરમ્યાન જરૂરીયાત મુજબ ચોપડા આપવા તેેમજ અનાથ આશ્રમ, વીકલાંગ આશ્રમમાં સહાય આપવામાં આવી હતી. તેમજ આ જન્મ દિવસે મવડી સોરઠીયા પાર્કમાં શ્રીમદ ભગવત ગીતા સપ્તાહમાં ભુદેવોને વસ્ત્રદાન કરેલ છે. તેમના જન્મ દિવસે પરિવારના સભ્યો, રાજકીય અગ્રગણીઓ, કાર્યકર્તાઓ, મિત્રો શુભેચ્છકો, દ્વારા મો. ૯૭૧૪૧૦૬૪૨૨ પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.(૩.૧૧)

 

(4:05 pm IST)