Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કોડીનારના બ્રહ્મ સમાજ અગ્રણી છેલભાઇ જોષીનો જન્મદિવસ

કોડીનાર તા.૨૫: ગુજરાત બ્રહ્મસમાજ અગ્રણી છેલભાઇ જોષી (પુષ્પરાજ) કોડીનારવાળા આજે પોતાના ૭૧ વર્ષના જાહેર જીવનને પૂર્ણ કરી ૭૨ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ નિર્ધાર કરતા જણાવે છે જ્યાં સુધી થશે ત્યાં સુધી આજીવન બ્રહ્મ સમાજ તેમજ સાધુ-સંતોની સેવા માટે સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું હતું. તેઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી તરીકે તેમજ જીસીસી બોર્ડ ગાંધીનગરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે અનેક સામાજીક સંસ્થાઓની પણ જવાબદારીઓ નિભાવી સેવાકીય કાર્યો કરી રહ્યા છે છેલભાઇ જોષીના જન્મ દિને સોમનાથ મહાદેવ મંદિર વેરાવળ ખાતે સવારે યજ્ઞ, સાંજે ધજાજી ચડાવવાનું તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના મો.નં.૯૮૯૮૦ ૧૫૯૦૫ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ મીત્રો શુભેચ્છકો દ્વારા મળી રહેલ છે.

(11:41 am IST)