Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ક્રિમીનલ બાર.એસો.ના પ્રમુખ તુષાર બસલાણીનો 'હેપી બર્થ ડે'

રાજકોટ તા.૨૪: રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રભરની જુદી જુદી અદાલતોમાં વકીલાત કરતા અને રાજકોટ ક્રિમિનલ બાર એસોશીએશનના વર્તમાન પ્રમુખ યુવા એડવોકેટ શ્રી તુષારભાઇ કે.બસલાણીનો આજરોજ જન્મદિવસ છે.

તેઓશ્રી ઘણા વર્ષોથી વકીલાતના વ્યવસાય સાથે જોડયેલા છે તેમજ ખાસ કરીને ફોજદારી કેસોમાં નિષ્ણાંત છે અલગ અલગ સંસ્થા તથા ફાઇનાન્સ કંપનીઓના લીગલ એડવાઇઝર છે તેમજ ખુબ ઉદાર તથા મિલનસાર સ્વભાવના હોય વકીલોમાં ખુબ જ લોકપ્રિય છે તેમજ અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

તેઓના જન્મદિવસે આજરોજ ગુજરાત બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન તથા વર્તમાન મેમ્બર દિલીપભાઇ પટેલ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ દેસાઇ તેમજ સિનિયર તેમજ જુનિયર વકીલશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે. અભિનંદનની વર્ષા થઇ રહેલ છે રાજકોટ ભાજપા લીગલ સેલના અધ્યક્ષ હિતેશ દવે, પુર્વ અધ્યક્ષ પિયુષ શાહ નોટરી બાર એસોસીએસનના પ્રમુખ રાજેશ મહેતા રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ.પટેલ તથા હોદેદારોએ તથા ધારાશાસ્ત્રી જયુભા રાણા, રાજકુમાર હેરમા, હેમાંગ જાની, હિતુભા જાડેજા, એન.ડી.ચાવડા, અશ્વીન ગોસાઇ, ધીમંત જોષી, ગીરીરાજસિંહ જાડેજા તથા ભારત સરકારના લો.કમીશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભયભાઇ ભારદ્વાજે તુષાર બસલાણીને શુભેચ્છા પાઠવેલ હતી.

આજરોજ સવારથી શ્રી તુષાર બસલાણી ઉપર સમાજના શ્રેષ્ઠીઓ, વેપારી, ડોકટર, વકીલોની તેઓના મોબાઇલ નં.૯૮૨૪૨ ૯૬૬૯૦ નંબર ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.

(4:04 pm IST)