Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશનના વાઇસ પ્રેસીડેન્ટ અજય બદાનીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૪ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ૧૦ હજારથી વધુ કર્મચારીઓના બનેલા સંગઠન એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયન અમદાવાદ સર્કલના જનરલ સેક્રેટરી તેમજ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ  અજયભાઇ બદાનીનો આજે જન્મ દિવસ છે. ૫૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ અજયભાઇ અમદાવાદ સર્કલ યુનિયનનું સુકાન તેમજ અખિલ ભારતીય સંગઠનનું મહત્વનું પદ સફળતા પૂર્વક સંભાળી રહ્યા છે. કર્મચારીઓના પ્રશ્ને હંમેશા પ્રયત્નશીલ રહે છે. બેંક મેનેજમેન્ટ સાથે પણ વિવાદ નહીં પરંતુ સંવાદની ભુમિકા અપનાવે છે. નાની વયે સ્ટાફ ફેડરેશન, સર્કલ યુનિયન, સર્કલ વેલ્ફેર સેક્રેટરી, કંપનીશ્રુતિ ટ્રસ્ટના ટ્રસ્ટી, યુનાઇટેડ ફોરમ ગુજરાતના કન્વીનર તરીકે તેમજ સ્ટેટ બેન્ક સ્ટાફ ક્રેડીટ સોસાયટીના માર્ગદર્શક તરીકે તેમજ એસ.બી.આઇ.માં બહુ મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. શ્રીનાથજીબાવામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમના મો.૯૮૯૮૫ ૭૦૭૦૪ છે.

(11:45 am IST)