Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના પ્રદેશ ઉપાધ્‍યક્ષ કુરજીભાઇ હરખાણીનો જન્‍મદિન

રાજકોટ તા. ૧ : ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના પ્રદેશ ઉપાધ્‍યક્ષ અને એસ.ટી. નિવૃત્ત ટ્રાફીક કંટ્રોલર કુરજીભાઇ કાનજીભાઇ હરખાણીનો આજે જન્‍મ દિવસ છે. સફળ જીવનના ૭૮ માં વર્ષમાં પ્રવેશી રહેલ કુરજીભાઇ સીનીયર સીટીઝન અને પેન્‍શનરોના પ્રશ્‍નો અંગે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. હાઇ ઇપીએફઓને પેન્‍શનરોની માહીતીના ફોર્મ ભરાવવાની કામગીરી સંભાળી રહ્યા છે. તેઓને મો.૯૪૨૬૧ ૩૬૭૫૭ ઉપર ઠેર ઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:44 am IST)