Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વાંકાનેરની ગૌશાળા માટે દાન, સમાજમાં સર્વત્ર માન

પડકારો સે લડા, જયંતીભાઇ જાની કા નામ હૈ બડા : હેપ્પી બર્થ ડે

રાજકોટ : શિસ્ત, સેવા અને સહકારના પ્રેરક સુપ્રસિધ્ધ શિક્ષણવિદ શ્રી જયંતીભાઇ એ. જાની માટે આજનો દિવસ વિશેષ યાદગાર છે. આજે તેમણે ભાવ અને પ્રભાવથી સુવાસિત જીવનના ૭૧ વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. (જન્મ તા. ૪ ડિસેમ્બર ૧૯૫૧)
શ્રી જયંતીભાઇ જાની સામાકાંઠા વિસ્તારની નામાંકિત શારદામણી વિદ્યાલયમાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા. અત્યારે નિવૃત્ત છતાં શિક્ષણ ક્ષેત્રે સ્ફૂર્તિથી પ્રવૃત્ત છે. બે કિનારા નહીં મળે તેમ માનીને બેસી રહેવાના બદલે બંને વચ્ચે સેતુ બનાવવામાં માનનારા વ્યકિત છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે રોપેલા અનેક બીજ આજે વટવૃક્ષ બની સમાજને મીઠાફળ આપી રહ્યા છે, આજે પોતાના જન્મદિન નિમિત્તે તેમણે વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાને રૂા. ૧૧,૧૧૧નું દાન આપી ઉંત્તમ ઉંદાહરણ પુરૂં પાડયું છે. ૭૧ વર્ષે પણ નવયુવાન જેવી સ્ફૂર્તિ ધરાવતા સાત્વિક અને વાસ્તવિક જીવનવાળા શ્રી જયંતીભાઇ જાનીનું કહેવું છે કે ‘ચાહે જીધર ભી ઘુમીએ, મીઠી સી હલચલ મચા દીજીએ, ઉંમ્ર કા હર દૌર મજેદાર હૈ, અપની ઉંમ્ર કા આનંદ લીજીએ...’
મો. ૯૪૨૮૪ ૬૨૦૬૩. રાજકોટ

 

(10:25 am IST)