Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૪ :. રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત બી. મકવાણાનો આજે જન્મ દિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪થી જૂનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંંમરમાં ખૂબજ લોકચાહના મેળવેલી છે. નાનપણથી ખૂબજ મહેનતુ અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ખૂબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખૂબજ ટૂંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે. તેમજ ગઈ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી તરફથી રાજકોટ વોર્ડ નંબર ૬ની ચૂંટણી લડેલ અને સારી એવી ફાઈટ આપેલ હતી અને પોતે આમ આદમી પાર્ટી રાજકોટ લીગલ સેલના ઉંપપ્રમુખ તરીકે પોતાની સારી એવી જવાબદારી નીભાવે છે. તેમજ પોતાના કોળી સમાજમાં પણ સારી એવી લોકચાહના ધરાવે છે અને કોળી સમાજ તરફથી પણ તેમને ખૂબજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.
આજરોજ તેમના જન્મદિન નિમિત્તે વકીલ મિત્રો, કોળી સમાજના આગેવાનો, સગા-વ્હાલાઓ મોબાઈલ, વોટસએપ તેમજ સોશીયલ મીડીયા તેમના મો. ૯૮૯૮૧ ૩૭૫૯૧ ઉંપર જન્મ દિવસની શુભેચ્છા આપી રહ્યા છે.

 

(10:05 am IST)