Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કડિયા સમાજના અગ્રણીની પ્રતિષ્ઠા અડીખમ

સમાજ માટે અર્પણ કરે 'સમર્પણ', પ્રમુખ વિનોદ ચોટલિયાનો બર્થ ડે

રાજકોટ, તા. ૧ :. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા સમર્પણ યંગ સંસ્થા સમર્પણ યંગ ગ્રુપ સંત કબીર રોડના સુકાની તથા બેડીપરા વિસ્તારના ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજના અગ્રણી વિનોદભાઈ રણછોડભાઈ ચોટલિયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. આજે તેમણે યશસ્વી જીવનના ૫૪માં વર્ષની ડોરબેલ વગાડી છે. (જન્મ તા. ૧ મે ૧૯૬૮).

મૂળ મોરબી પંથકના ફાટસરના વતની વિનોદભાઈ ચોટલિયા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાઈને વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે. અનેક સંસ્થાઓમાં તેમનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. સમાજ ઉત્કર્ષ માટે તેમનુ આગવુ ટીમ વર્ક છે. પોતે ચાંદીના વ્યવસાય સાથે (મારૂતિ રોલ પ્રેસ) સંકળાયેલા છે અને કારકીર્દિ સોના જેવી ચમકતી છે. મો. ૯૪૨૮૨ ૦૩૨૯૫ રાજકોટ

(10:34 am IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 391 અને ગ્રામ્યના 170 કેસ સાથે કુલ 561 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:33 pm IST

  • ગયા એક અઠવાડીયામાં વિશ્વમાં નોધાયેલા નવા કોરોના કેસમાંથી ૪૬% કેસો ભારતમાં નોધાયાનું ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે access_time 6:35 pm IST

  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST