Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ડુમીયાણીના વ્રજભુમી શૌક્ષણીક સંકુલના ટ્રસ્ટી દ્વારા સવિતાબેન મણવરનો જન્મદિન

ઉપલેટા : ડુમિયાણીના વ્રજભુમી શૈક્ષણીક સંકુલના મુખ્ય ટ્રસ્ટી સવિતાબેન મણવરનો આજે જન્મદિવસ છે.

જામજોધપુર તાલુકાના વેરાડ ગામે શ્રમીક ખેડુત પટેલ પરિવારમાં જન્મેલા સવિતાબેન મણવર નાનપણ થીજ શિક્ષણ પ્રત્યેના લગાવને કારણે તેઓ  ડુમિયાણીના પીલ્પસ વેલ્ફેર સોસાયટી સંચાલીત વિશાળ વ્રજભુમી શૈક્ષણીક સંકુલની દશ થી વધુ કોલેજો આઈટીઆઈ સહીતના વ્યવાસાયીકલક્ષી શિક્ષણ અને ખેતિવાડી કોલેજ અને કે. જી. થી પ્રાથમીક માધ્યમીક અસંખ્ય શાળા કોલેજમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ રહે જમે અને અભ્યાસ કરે તેમજ ૧૦૦ થી વધુનો પ્રિન્સીપાલ પ્રોફેસરો શિક્ષકો સહીતના કર્મચારીઓ આવા ૭૦ વિઘામાં પથરાયેલા વિશાળ શૈક્ષણીક સંકુલના તેઓ મુખ્ય ટ્રસ્ટી છે

તેઓ રાજયના પુર્વે શિક્ષણમંત્રી અને પુવેં સાંસદ બળવંતભાઈ મણવરના ધર્મપત્ની છે સવિતાબેન મણવરનો ૭૦ મો જન્મ દિવસ હોય સાદાઈથી અને ડુમિયાણી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન આપી પ્રેરણાદાયી જન્મદિવસ ઉજવશે તેમને જન્મદિનની શુભેચ્છા તેમના મો. ૯૮૨૫૨ ર૫૮૪૮ ઉપર મળી રહી છે. 

(11:46 am IST)