Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બોટાદના બરવાળાના પૂર્વ મદદનિશ કલેકટર

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમનો કાલે જન્મદિન

રાજકોટ : નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત જીન્સી આર. વિલીયમનો જન્મ તા. રપ એપ્રિલ ૧૯૮૯ ના દિવસે થયેલ. આવતીકાલે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરશે અગાઉ બોટાદ જિલ્લાના બરવાળામાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતાં. તેણી મૂળ કેરળના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦ર૬૪૦ રર૪૮ર૦, મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૪૧ રાજપીપળા

(11:45 am IST)
  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST