Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સમાજ સેવાના પર્યાય સમાન અનુપમભાઇ દોશીનો જન્મ દિવસ : ૬૨ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૯ : જસદણ તાલુકાના ભાડલાના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર સામાજીક કાર્યકર્તા અનુપમ દોશીનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૨ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી એવા અનુપમભાઇ ટ્રેડ યુનિયનીસ્ટ અને લીડર તરીકેની જવાબદારી સુપેરે બજાવી ચુકયા છે.  મેં નહીં તુ ની ભાવના સેવાતા અનુપમભાઇ વિવેકાનંદ યુથ કલબ અને દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં પણ સેવા આપી રહ્યા છે. રકતદાન પ્રવૃત્તિમાં અત્યાર સુધીમૌ તેઓની રાહબરી હેઠળ ૧ હજારથી વધુ કેમ્પો થયા છે. થેલેસેમીયા પીડીત બાળકોના જીવન બચાવવા નિમિત બની રહ્યા છે. દીકરાનું ઘર પ્રેરીત સાહિત્ય સેતુ સંસ્થાના સંવાહક છે. સ્વ. માનભાઇ ભટ્ટમાંથી પ્રેરણા લઇ દેહદાન, ચક્ષુદાન, અંગદાન ક્ષેત્રે પણ તેમની ટીમ અદ્દભુત કામગીરી કરી રહી છે. આજે જન્મ દિવસ પર તેમઓને મો.૯૪૨૮૨ ૩૩૭૯૬ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(12:03 pm IST)