Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ક્ષત્રિય ઉદ્યોગપતિ અને દાતા પી.ટી. જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : અગ્રણી ક્ષત્રિય ઉદ્યોગપતિ,દાનવીર, કન્‍યા શિક્ષણ અને કન્‍યા કેળવણીના પ્રખર હિમાયતી, સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નિર્માણ પામેલ ચાર ક્ષત્રિય કન્‍યા છાત્રાલયના પાયાના પથ્‍થર સમા અને IAS-IPS   સ્‍ટડી સેન્‍ટર, અમદાવાદના પ્રમુખ, રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય ક્ષત્રિય રાજપૂત સંઘના પ્રમુખ, વિશ્વ સ્‍તરે પથરાયેલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ પ્રમુખ તથા રાષ્‍ટ્રીય કક્ષાએ ક્ષત્રિય રાજપૂત સમાજના ઉત્‍થાન માટે કાર્યરત એવી ઘણી બધી સંસ્‍થાઓમાં પ્રમુખ / ટ્રસ્‍ટી તરીકે સેવા આપનાર, તેજાબી શૈલીના વકતવ્‍ય અને સત્‍ય વાણી માટે ક્ષત્રિય સમાજમાં આગવું સ્‍થાન ધરાવતા અને તાજેતરમાં ક્ષત્રિય  સમાજમાં ઐતિહાસિક કહી શકાય એવુ રોકડા રૂપિયાથી તોલવાનું બહુમાન મેળવનારા પી.ટી. જાડેજા આજે સફળતમ જીવનયાત્રાના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ માં વર્ષમા મંગળ પ્રવેશ કરી રહ્યા છે.

વ્‍યવાસયિક ક્ષેત્રે કન્‍સ્‍ટ્રકશન, એન.બી.એફ.સી. હોટેલ્‍સ, ફાઇનાન્‍સ જેવા અનેક બીઝનેશ અને ઉદ્યોગોમાં સફળતા મેળવી બાહોશ વ્‍યવસ્‍થાપક તરીકે પ્રસ્‍થાપિત થનાર તેમજ આઝાદીના ૭૦ વર્ષમાં રાજપૂત સમાજમાં કોઇપણ અન્‍ય સમાજ કરતા અતિ વિશેષ અને અભૂતપૂર્વ એવી કન્‍યા કેળવણીની મહાજયોત અને આહલેક જગાવનાર તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજને વિશ્વ  ફલક પર લઇ જઇને તમામ જ્ઞાતિઓ માટે એક અનોખું ઉદાહરણ પુરૂ પાડનાર અને ક્ષત્રિય રાજપૂત સમાજ માટે તન,મન અને ધનથી સમર્પિત અને સતત કાર્યરત એવા શ્રી પી.ટી. જાડેજાને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ તેમના મો. ૯૮૨૪૨૧૪૨૯૯/૯૯૨૫૨૪૮૨૪૮ પર વરસી રહી છે. કન્‍યા કેળવણી માટે ૮ જિલ્લાઓમાં રથયાત્રાનું આયોજન કરી ૧૨૦૦ ગામોનો પ્રવાસ કરી કન્‍યા કેળવણી ક્ષેત્રે જબરદસ્‍ત ક્રાંતિ લાવવામાં  સફળ રહ્યા છે. જેથી આજે દરેક છાત્રાલય હાઉસફુલ રહે છે. અમદાવાદ ખાતે તાજેતરમાં IAS-IPS સ્‍ટડી સેન્‍ટર બનાવવામાં સફળતા મેળવી હતી.

(1:22 pm IST)