Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઓલ ઇન્ડિયા રેડીયો રાજકોટના સીની. મોસ્ટ એનાઉન્સર વિપુલ બુચનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : ઓલ ઇન્ડિયા રેડીયો રાજકોટના સીનીયર મોસ્ટ એનાઉન્સર વિપુલ બુચનો આજે જન્મ દિવસ છે. બ્રોડ જર્નાલિઝમ, ઇન્ટ્રો ટુ ઓડીયો, વિઝયુઅલ મીડીયાના માનદ્દ વિઝીટીંગ ફેકલ્ટી તરીકે નિઃશુલ્ક સેવાઓ આપી વિદ્યાર્થીઓની કેડી કંડારવામાં પણ તેમનો મોટો ફાળો છે. આકાશવાણી પર ડયુટી ઓફીસરનો ચાર્જ સંભાળી ચુકેલા વિપુલભાઇ બહુમુખી પ્રતિભા છે. હાલ જયભારતી, રજની ગંધા જેવા સફળતમ કાર્યક્રમોનું સંચાલન સંભાળી ચુકયા છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:55 pm IST)