Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પ્રેરણાદાયી : પ્રવિણભાઇ કોટક દ્વારા જન્મદિને દેહદાનનો સંકલ્પ

રાજકોટ તા. ૩૦ : પોષ્ટ ખાતાના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઇ વી. કોટકનો તા. ૧ ડીસેમ્બરના જન્મ દિવસ છે. આ અવસરે તેઓએ દેહદાનનો સંકલ્પ જાહેર કરી અન્યોને પ્રેરણા પુરી પાડી છે. પોષ્ટ ખાતામાં માનભેર નોકરી કર્યા પછી નિવૃત્તનો સમય મીલપરા ખાતે શ્રી જલારામ એજન્સી (ઇટાલીયન બેકરી) ના વ્યવસાય સાથે જોડાઇને વિતાવી રહ્યા છે. સેવાભાવી જીવ હોય ગૌશાળા, વૃધ્ધાશ્રમમાં પણ મદદરૂપ બનતા રહે છે. પ્રમાણિકતા પુરવાર કર્યાની કદર પણ મેળવી ચુકયા છે. ત્યારે આ જન્મ દિવસે તેમણે દેહદાનનો સંકલ્પ જાહેર કરતા તેમના આ પ્રેરક નિર્ણયને સુપુત્ર હિમાંશુ કોટક, સુપુત્રી અ.સૌ. નેહા કાથરાણી, પુત્રવધુ અ.સૌ. અલ્પા કોટક સહીતના પરિવારજનોએ પણ આવકારી ખુશી વ્યકત કરેલ. તેમના આ સંકલ્પ બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૮૨૩૮૬ ૨૦૫૦૦ છે.

(3:54 pm IST)