Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જીમીષ પારેખનો જન્મદિન

રાજકોટ તા. ૩૦ : કન્સ્ટ્રકશન કંપની પટેલ એજન્સીમાં ઓફીસ આસીસ્ટન્ટ તરીકે કામ કરતા જીમીષ ભાસ્કરભાઇ પારેખનો કાલે તા. ૧ ના જન્મ દિવસ છે. ખુબીની વાત એ છે કે મેન્ટલી રીટાર્ડેડ એટલે કે મનોક્ષતિગ્રસ્તતાની સ્થિતીને અવગણીને જીમીષ જે રીતે આગળ વધી રહ્યો છે તે અન્યો માટે પ્રેરણારૂપ છે. બે વખત મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનીત થઇ ચુકેલ છે. જાતે સાયકલ ચલાવે છે તો કયારેક સ્કુટર પણ ચલાવી જાણે છે. પોતે તો જીવન ઉજાળ્યુ પરંતુ પોતાના જેવી હાલત ધરાવતા અન્યોનું જીવન પણ સુધરે તે હેતુથી તે 'પ્રયાસ' પેરેન્ટ એસો.ફોર ચિલ્ડ્રન વીથ સ્પેશ્યલ નીડસમાં તાલીમ આપવા જાયે છે. એનીમલ હેલ્પ લાઇન, શ્રીજી ગૌશાળા, વિવેકાનંદ યુથ કલબ સહીતની સંસ્થાઓ સાથે પણ સંકળાયેલ છે. યશસ્વી જીવનના ૩૭ માં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૪૨૬૩ ૧૭૭૬૩ છે.

(3:54 pm IST)