Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાનો જન્મદિન

 રાજકોટઃ સેવા પરમો ધર્મ અનેગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવાના મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર ગુજરાતમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે રાત- દિવસ પરિશ્રમ કરતા હાલ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાનો આજે જન્મદિવસ છે. તેઓએ૧ર૫ વખત સ્વંય રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૃં પાડયું છે. તબીબી વ્યવસાયની સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું છે. તેઓએ ''ચેરીટી બીગીન્સ એટ હોમ'' ના સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.

જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ૧૯૫૪ ના રોજ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા ડો. કથીરીયા સંધર્ષ કરી જુના એસ.એસ.સી. બોર્ડમાં  સેન્ટર ફસ્ટ રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી.  શ્રેયસ હોસ્પિટલ અને કીટીકલ કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ  સેવા માટે લોકપ્રિય છે. રાજનીતિમાં હોવા છતાં પણ દરીદ્રનારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં તેઓના યશસ્વી ફાળો છે.

 ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર-ચાર વખત ચૂંટાઈને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે. ૧ર મી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે.  ૧૯૭૫-૭૭ ની કટોકટી દરમિયાન  જેલવાસ પણ ભોગવ્યો  હતો. નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં  જોડાયેલા.  રકતદાન, વૃક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્કાળમાં મેડીકલ અને કેટલ કેમ્પ , મોરબીની પુર આફ્ત, કચ્છનાં ભયાનક ભૂકંપ કે સૌરાષ્ટ્ર ની જળ બચાવો અભિયાન, કૃષિ મેળા, આરોગ્ય મેળા, પુસ્તક મેળા વગેરે ડો. કથીરિયાના કાર્યના પર્યાય છે. રાજકોટની જનતાએ તેમને ચેકડેમ સાંસદ અને  મેળાના માનર્વી તરીકે નવાજયા છે.

 પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસે નો વ્યાપ વધે તે માટે  રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવી અલગ બજેટ ફાળવી રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન પદે નિયુકત કર્યા છે.

 ડો. કથીરીયાને જન્મદિને સ્નેહી-સંબધી, મિત્ર-તબીબી વર્તુળ ભાજપા અને સંઘ પરિવાર તેમજ વિશાળ શુભેચ્છક સમુદાય તરફથી અભિનંદન અને શુભકામનાઓ મળી છે. (મો.૯૦૯૯૩૭૭૫૭૭)

(12:55 pm IST)
  • જમ્મુ-કાશ્મીર સરહદે સીઝફાયરનું સરેઆમ ઉલ્લંઘન : સરહદ પર સતત બોમ્બવર્ષાને ખેતરોમાં વણફૂટેલાં બોમ્બનો કહેર : સેંકડો નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે access_time 8:00 pm IST

  • મોડીરાત્રે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કારની અડફેટે એક્ટિવા સવાર બે યુવાનોને ઇજા : ગાંધીગ્રામ પોલીસ ચોકી નજીક ડ્રાઈવર્જન ઉતરી કારે નીચેથી પસાર થઈને આવતા એક્ટીવાને ઠોકરે ચડાવ્યું : એક્ટિવા 50 ફૂટ જેટલું દૂર ફંગોળાયું હોવાનું જાણવા મળે છે : કાર ઉપરથી આવીને ટક્કર મારી : બન્ને વાહનો ડ્રાઈવર્જન પૂરું થતા અથડાયા :પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:14 am IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST