Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઓશોના સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)નો જન્મદિવસ

રાજકોટ : ઓશો સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)નો જન્મદિવસ આવતીકાલે ૧ ડિસેમ્બરના છે. તેઓ જીવનના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫માં વર્ષમાં પ્રવેશ કરે છે. સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીને ઓશોએ પોતે જ સન્યાસ આપેલ છે અને ઓશોએ તેમને 'શકિતપાત' પણ આપેલ છે. તેઓ ૪૮ વર્ષથી સન્યાસી છે. જયારે ઓશો પોતે 'આચાર્ય રજનીશ' તરીકે ઓળખાતા અને એ સમયમાં ઓશોના સન્યાસી તથા ઓશોના વિરોધીઓની સંખ્યા ઘણી બધી હતી. લોકો નફરતની નજરથી જોતા અને સન્યાસ ખૂબ જ કઠણ હતો એ સમયમાં સ્વામીને સન્યાસ ધારણ કરેલ હતો.

સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહ્યા) એ જીલ્લા પંચાયત - રાજકોટના નિવૃત કર્મચારી છે. હાલમાં તેઓ 'વેલી ઓફ વાઈલ્ડ ફલાવર, હીલ ગાર્ડન પ્રોજેકટ, રાજકોટ'માં માધાપર ખાતેના ઈશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી રહેલ છે. તેઓ ઓશોની ધ્યાન સાધના શિબિરોમાં ભાગ લઈ અનેકવાર ઓશો ધ્યાન સાધના શિબિરોનું સંચાલન કરેલ છે. તેમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫ ફોન - ૦૨૮૧-૨૫૭૪૮૫૬ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.  સંકલન : સ્વામી સત્યપ્રકાશ

 

(11:47 am IST)
  • બર્લિનમાં એક જોર્જીયન વ્યક્તિની હત્યા માટે જર્મનીએ બે રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે. access_time 8:55 pm IST

  • અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ૧૬ ડિસેમ્બરથી દિલ્હીમાં વિનામૂલ્યે પબ્લિક વાઇ-ફાઇ સેવાઓ મળતી થઈ જશે. access_time 8:58 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST