Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભાણવડના યુવા પત્રકાર રવિ પરમારનો જન્મ દિવસ

ભાણવડ તા. ૩૦ :.. લોકસમસ્યાને ઉજાગર કરવીએ અખબારી આલમનો ધર્મ તેવું માનતા યુવા પત્રકાર રવિ પરમારનો આજે ર૬ માં જન્મદિને શુભેચ્છાઓની હિમવર્ષા વરસી રહી છે. ૩૦ નવેમ્બરના રોજ જન્મેલ રવિ ધનસુખભાઇ પરમારની નાની વયથી જ પત્રકારત્વમાં ખુબ જ શોખ હોવાથી પત્રકાર તરીકે તેઓ ભાણવડમાં કાર્ય કરી રહ્યા છે. ત્યારે આજે રપ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે જેઓ નાની વયથી જ લોકસેવા, સંગઠન અને એકતાની હુંફ રહેલી ત્યારે તેઓ આજે પણ  આ કાર્ય સાથે કટીબધ્ધ છે. અકિલા સાંધ્ય દૈનિક સાથેનો પિતાનો દાયકાઓનો ધરોબો અતુટ રાખીને ભાણવડ શહેર તથા સમગ્ર પંથકમાં છેલ્લા સાત વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર અનેરી લોકચાહના મેળવી લોક પ્રશ્નોને નિડરતા પુર્વક વાંચા આપેલ છે. તેઓ રાજકીય ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીમાં ભાણવડ શહેર ભાજપ મંત્રી તરીકે પક્ષની બે વર્ષ સુધી  જવાબદારી નિભાવી હતી. નાની વયથી જ મોટું નામ કરવાની મહેચ્છા અને હુંફ ધરાવતા અને હંમેશા જાહેર જીવનમાં રહેલા યુવા પત્રકાર રવિ પરમારના આજે જન્મદિન પ્રસંગે મિત્ર વર્તુળ, સ્નેહીજનો, રાજકીય આગેવાન તરફથી તેમના (મો. ૯૭ર૭૬ ૯૧૯૧પ) ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

(11:47 am IST)