Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૮ : શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદનો આજે જન્મ દિવસ છે. ૧૯૯૭ ની બેન્ચના આઇપીએસ અધિકારી ખુરશીદ અહેમદ અગાઉ રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓને ફરી રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે નિમણુંક મળતા શહેરની પોલીસ સ્ટાફ સાથે તાલમેલ સાથે કામ કરવાની આગવી કુન્હે અને ગુનાખોરી પર કડક અધિકારીની છાપ ધરાવતા ખુરશીદ અહેમદે શહેરની ટ્રાફીક સમસ્યાને અગ્રતા આપી છે મૂળ બીહારના વતની ઇતિહાસના વિષય સાથે એમ.એ.ડીગ્રી હાસલ કરી હતી.

તેમના પત્ની શાહમીના હુસેન પણ આઇ એ એસ અધિકારી છે તેઓ સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર હતા. અને હાલ તેઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં એમ.ડી.તરીકે ફરજ બજાવી રહ્યા છે. જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આમ્સ યુનિટમાં કમાન્ડર, સુરતમાં ડીસીપી, નર્મદા જીલ્લામાંં એસ.પી.સીઆઇડી ક્રાઇમમાં ડીઆઇજી, વડોદરા પીટીએસમાં પ્રિન્સિપાલ, સુરતમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે રાજકોટના જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદને સિનિયર અને જુનીયર પોલીસઅધિકારીઓ તથા પોલીસ સ્ટાફે શુભેચ્છા પાઠવી છે.

(3:21 pm IST)