Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ખાંટ (રાજપુત) સમાજના પુર્વ પ્રમુખ નરસિંહભાઇ ગુજરાતીનો જન્મદિવસ

રાજકોટઃ ખાંટ (રાજપુત) જ્ઞાતિ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇ ભુરાભાઇ ગુજરાતીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૫ વર્ષ પૂરા કરીને ૬૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓએ એમ.એ.બી.એડ, એલ.એસ.જી.ડી. સુધી અભ્યાસ કરેલ છે. કોલેજ કાળથી વિખ્યાત વિદ્યાર્થીઓના પ્રશ્નો લડયા હતા. છેલ્લે તેઓ ખાંટ (રાજપુત) જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ તેમજ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન ઓકટ્રોય આઉટડોર સ્ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ. તેઓ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેમજ ખાંટ જ્ઞાતિના પ્રથમ ઉત્કૃષ્ટ માસીક ''ધર્મવાણી''ના માનદ્  સંપાદક મંડળમાં સેવા આપે છે. (મો.૯૭૨૭૯૨૭૨૫૪)

(11:33 am IST)
  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • રાજયભરના ઉમેદવારો ગાંધીનગર પહોંચવાના પ્રયાસમાં બિન સચીવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતી મુદે ઉકળતો ચરૃઃ ઉમેદવારોના આક્રોશથી ફફડયું ગૌણ સેવા પસંદગી મંડળઃ કર્મયોગી ભવને પહોંચી રહેલા ૫૦ થી વધારે વિદ્યાર્થીઓની અટકાયત શરૃઃ ગૌણ સેવા પસંદગી મંડળ અને કર્મયોગી ભવન બહાર લોખંડી બંદોબસ્તઃ કર્મયોગી ભવન પહોંચતા કર્મચારીઓની પણ તપાસ શરૂ access_time 12:50 pm IST

  • આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં ૮૮ આતંકી હુમલા થયા : ગૃહમંત્રાલયઃ આ વર્ષે થયેલા આતંકી હુમલામાં ૮૬ જવાન શહીદ: આ વર્ષે ૧૫૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા, ૫૩ વાર ઘુસણખોરીના પ્રયાસ થયા access_time 11:33 am IST