Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રાજકોટ-અમદાવાદના પુર્વ કલેકટર

સેન્ટ્રલ એજયુકેશન બોર્ડના ચેરપર્સન શ્રીમતી અનિતા કરવાલનો જન્મદિન

રાજકોટ  :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સી.બી.એસ.ઇ.) ના ચેર પર્સન શ્રીમતી અનિતા કરવાલનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૨૬ નવેમ્બરે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મુળ પંજાબના ચંદીગઢના વતની શ્રીમતી અનિતા કરવાલ ૧૯૮૮ ની બેચના ગુજરાત કેડરના આઇ.એ.એસ. કક્ષાના અધિકારી છે, તેઓ ભુતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર અમદાવાદમાં કલેકટર સ્પીયામાં નિયામક, રાજયના મુખ્ય ચુંટણી અધિકારી તેમજ શિક્ષણ સહિતના વિભાગોમાં ફરજ બજાવી ચુકયા છે. ફોન નં.૦૧૧-૨૨૪૬૭૨૬૩ મો. ૯૮૭૮૪ ૦૬૧૧૦ નવી દિલ્હી

(11:48 am IST)
  • એકસો પાંચ દિવસના જેલવાસ પછી આજે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ તિહાર જેલમાંથી મુક્ત થયા ત્યારે તેના પુત્ર કાર્તિએ જણાવ્યું છે કે મારા પિતા આવતીકાલે ગુરુવારે સંસદમાં ૧૧ વાગે ઉપસ્થિત રહેશે અને દેશમાં પ્રવર્તતી આર્થિક કટોકટી વિશે બોલશે. access_time 8:59 pm IST

  • હેલ્મેટ હવે ફરજીયાત નહિઃ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાનું મરજીયાત બન્યું : નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત નહિઃ રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજકોટમાં ૪૦ થી ૫૦ હજાર લોકોએ હેલ્મેટ વિરોધી કોંગ્રેસની ઝુંબેશમાં સહિઓ કરી આપેલઃ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી access_time 1:34 pm IST

  • 1996ના એક કેસમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાંથી પોતાને ડિસ્ચાર્જ કરવાની માગણી સાથે પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં અપીલ કરી છે. access_time 9:06 pm IST