Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રીટાર્યડ પોલીસ અધિકારી, જૈન શ્રેષ્ઠિ, સેવાભાવી

સી.પી.દલાલનો ૭૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ,તા.૨૬: રિટાર્યડ ગેઝેટેડ પોલીસ અધિકારી એસોસિએશનના પ્રમુખ,પગદંડી મુખપત્રના માનદ્ લીગલ એડવાઈઝર સુશ્રાવક સી.પી.દલાલે આજે તા.૨૬ના રોજ યશસ્વી અને સેવામય જીવનના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.ભાગ્યવંતાબાઈ મ.સ.ના સંથારાના ૫૯ દિવસની આરાધના દરમ્યાન શ્રી દલાલે  પોલીસ અધિકારી અને તથા શ્રાવક તરીકેની બેવડી જવાબદારી સુપેરે નિભાવી ચતુર્વિધ સંઘ સેવામાં સાનુકુળતા પ્રદાન કરેલ.પોલીસના ઉંચ અધિકારીઓએ પણ આ બાબતની નોંધ લીધેલ.૧૯૯૨માં પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના સંથારા સમયે તેઓ રાજકોટ પ્ર નગર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.તરીકે સેવા બજાવતા હતાં. એ સમયે શહેર પોલીસ કમિશનર તથા સરકારી અધિકારીઓએ શ્રી દલાલને નિષ્ઠા પૂર્વક સેવા બજાવવા બદલ અભિનંદન આપેલ.

તેઓની સેવાની કદર કરી સરદારનગર સંઘમા દલાલનું જાજરમાન અભિવાદન પણ કરવામાં આવેલ.રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબે ડુંગર દરબારમાં ગત વર્ષે શ્રી સી.પી. દલાલની શાસન પ્રત્યેની અજોડ સેવાની નોંધ લઈ રાજકોટ રત્નથી સન્માનીત કરવામાં આવેલ.નિવૃત્તિના સમયમાં પણ તેઓ સતત સેવામય અને ધર્મમય જીવન વ્યતિત કરી રહ્યાં છે.

પૂ.સંત - સતિજીઓના એવમ્ જિનવાણી શ્રવણ કરવાનું તેઓનો દૈનિક ક્રમ છે. મનોજ ડેલીવાળા જણાવ્યું કે જૈન સમાજના ચારેય ફિરકાઓના ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા,મહાવીર પ્રભાત ફેરી વગેરે આયોજનોમાં સી.પી.દલાલના અનુભવનો જૈન સમાજને અભેદભાવે લાભ મળે છે.જૈન સમાજ તેઓને કાયમી સી.પી. થી સંબોધન કરી પ્રેમપૂર્વક બોલાવે છે.

શ્રી સી પી.દલાલને મો.૯૯૨૫૨ ૧૧૯૮૯ ઉપર જન્મ દિવસની ઠેર - ઠેરથી શુભેચ્છા સાથે અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:23 am IST)
  • આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં ૮૮ આતંકી હુમલા થયા : ગૃહમંત્રાલયઃ આ વર્ષે થયેલા આતંકી હુમલામાં ૮૬ જવાન શહીદ: આ વર્ષે ૧૫૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા, ૫૩ વાર ઘુસણખોરીના પ્રયાસ થયા access_time 11:33 am IST

  • બર્લિનમાં એક જોર્જીયન વ્યક્તિની હત્યા માટે જર્મનીએ બે રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે. access_time 8:55 pm IST

  • ધાર્મિકતાના આધારે દેશભરમાં એનસીઆરનો અમલ કરવાની કોઈ જ વાત નહિ હોવાનું મોદી સરકારે જાહેર કર્યું છે. access_time 8:55 pm IST