Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ જાણીતા ફિઝીશ્યન ડો.અમિત હપાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૬ :.. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન - ગુજરાતના પુર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુુખ સૌરાષ્ટ્રના જાણીતા ફીઝીશ્યન - કાર્ડીયોલોજીસ્ટ ડો. અમિત હપાણીનો આજે તા. ર૬ નવેમ્બરના રોજ જન્મ દિવસ છે. સેવાભાવી તબીબ ડો. હપાણીને જન્મ દિવસે તબીબી જગત તથા સમાજના દરેક વર્ગમાંથી શુભેચ્છા મળી રહી છે.

ડો. અમિત હપાણી ભાજપ ડોકટર સેલ- સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે સળંગ ત્રીજી ટર્મથી સેવા આપે છે તથા રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્ય છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડો. અમિત હપાણી ઇન્ડીયન મેડીકલ એસોીએશન-ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ સહિત આઇ. એમ. એ. -રાજકોટના પ્રેસીડન્ટ તરીકે, ગુજરાત મેડીકલ કાઉન્સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં અને ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં ડીરેકટર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. ડો. હપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્ટી - શ્રી અરિહંત ફાઉન્ડેશન, ચેરમેન ડેફ સોસાયટી, ડાયરેકટર-આરૂણી હોસ્પિટલ પ્રા. લી., જિલ્લા પલ્સ પોલીયો રસીકરણ સમિતિના સભ્ય ઉપરાંત શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ તેઓએ અનેક સર્વરોગ નિદાન કેમ્પ, લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવતાં કાર્યક્રમોનું સફળ આયોજન કરેલ છે. ઇલેકટ્રોનીક મીડીયા પર તેમણે અનેક વખત લોક ઉપયોગી વાર્તાલાપ આપ્યા ે છે. તેઓ સામાજીક-સેવાકીય પ્રવૃતિઓ માટે હરહંમેશ તત્પર રહે છે.

તબીબી સમુદાય તથા સમગ્ર સમાજમાં બહોળી ચાહના ધરાવતા ડો. અમિત હપાણીને (મો. ૯૮રપ૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્ત સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.

(11:23 am IST)
  • પાકિસ્તાનના ગરીબ પરિવારોની દીકરીઓ ચીનમાં દેહ વ્યાપાર કરવા મજબૂરઃ કુલ ૬૨૯ યુવતિઓને ચીનના વતની યુવાનો સાથે પરણાવી દીધાની કમકમાટી ભરી ઘટનાઃ માનવ તસ્કરી અંગે ચાલી રહેલી તપાસમાં રાજકિય અડચણ થતી હોવાનો ઘટસ્ફોટ access_time 8:39 pm IST

  • હે હેલ્મેટ બાપા.... જયાં હોય ત્યાં સુખ શાંતિથી રહેજો, ફરી પાછા ટપકતા નહિં: સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજ access_time 4:17 pm IST

  • ઉત્તર કાશ્મીરમાં સરહદ ઉપર ભારે બરફવર્ષા અને હિમસ્ખલનમાં 4 જવાન શહીદ : અનેક નુકશાન : કાશ્મીરના પહાડો પર જબર હિમવર્ષા : ઘુસણખોરોને રોકવા ઉભી કરેલ તારની વાડ અનેક સ્થળે તૂટી ગઈ access_time 8:00 pm IST