Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી કિર્તીબા રાણાનો આજે જન્મદિવસ

રાજકોટ તા ૨૩  :  શહેર ભાજપ મહીલા મોરચાના મંત્રી અને શહેર ભાજપ કારોબારી સભ્ય કિર્તીબા રાણાનો આજે જન્મદિવસ છે. મંગલમય જીવનનાં ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.કિર્તીબા રાણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ શહેર ભાજપ મહિલા મોરચાનાં મંત્રી તરીકે જવાબદારી  સંભાળી રહયા છે. તેમજ વર્તમાનમાં તેઓ શહેર ભાજપ કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે. મહીલા કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમજ રાજશકિત ક્ષત્રીય મહીલા મંડળના પ્રમુખ તરીકે રહી મહીલા ઉત્કર્ષની કામગીરી કરી રહય્ છે. બહેનો માટે શિવણ કલાસ ચલાવી મહીલા સશકિતકરણને પ્રાધાન્ય આપી રહયા છે, ત્યારે આવતી કાલે તેમના જન્મદિવસ નિમીતે તેમના પતિ અનિરૂધ્ધસિંહ, પુત્ર જયરાજસિંહ, સત્યપાલસિંહ સહિતનાં સાથે મો.નં ૯૬૨૪૬ ૪૭૭૮૯ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:35 pm IST)