Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રંગભુમિના કલાકાર મનહર પરમારનો જન્મ દિવસ : ૬૧ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૩ : રંગભુમિના જાણીતા કલાકાર મનહર પરમારનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ મનહરભાઇ છેલ્લા ૪૦ વર્ષથી નાટય ક્ષેત્રે અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે નાટય હરીફાઇઓમાં ભાગ લઇ ગુજરાતનું નામ રોશન કરી ચુકયા છે. ફિલ્મો, સીરીયલો, સીડી આલ્બમોમાં અભિનયના ઓજસ પાથરેલ છે. ૨૦૦૫ માં હરીઓમ થીએટર ટ્રસ્ટની સ્થાપના કરી નાટકો તૈયાર કરી રહેલ નવા ઉગતા કલાકારોને તાલીમ આપી રહ્યા છે. હાલમાં તેમનું નવું નાટક 'બાબા છુમંતર' બરેલી યુ.પી. માટે તૈયાર થઇ રહ્યુ છે. જેના લેખક હસન મલેક અને દિગ્દર્શક હિતેશ સીનરોજી છે. મનહર પરમાર સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે છેલ્લા ૩૯ વર્ષથી સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૯૨૫૭ ૭૨૮૭૦ છે.

(11:35 am IST)