Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

સીખ રહા હૂં મેં ભી, મનુષ્‍યો કો પઢને કા હુન્નર, સુના હૈ ચેહરે પે કિતાબો સે જયાદા લિખા હોતા હૈ

શ્રમના છોડમાં સેવાના ફુલોની સુગંધ ફેલાવતા મુકેશ દોશીઃ હેપ્‍પી બર્થ ડે

ભાડલાના લાડલા, રાજકોટમાં પરમાર્થના વડલા

રાજકોટઃ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, ઢોલરાના સથાપક જાણીતા જનસેવક શ્રી મુકેશ પી. દોશી માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. ૧૯૬પ ના વર્ષની ૯ મેએ તેમનો જન્‍મ થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના પ૮માં  વર્ષના દ્વારે પહોંચ્‍યા છ.ે સામાન્‍ય દિવસો હોય કે, કોરોના કાળ હોય, તેઓ હંમેશા સેવા કાર્યોમાં વ્‍યસ્‍ત રહ્યા છે યંગસ્‍ટાર બ્‍લડ બેંકના માધ્‍યમથી તેમણે ‘વન ફેમીલી, વન ડોનર'નું સૂત્ર ગુંજતુ કરી રકતદાન પ્રવૃતિને વેગ આપ્‍યો હતો. દર વર્ષે પિતાજી વગરની રર દીકરાઓના લગ્ન કરવાનું તેમનું આયોજન અદ્દભૂત રહ્યું છે. વહાલુડીના વિવાહની વાત સાત સમંદર પાર સુધી પહોંચી છે અનેક સંસ્‍થાઓ દ્વારા તેમને સન્‍માનિત કરવામાં આવ્‍યા છ.ે માણસને ‘પારખવાની' તેમની આવડત છ.ે
જસદણ તાલુકાના ભાડલા ગામમાં જન્‍મેલા અને શીશુવયથી રાષ્‍ટ્રવાદના રંગે રમાયેલા સંઘને સમર્પિત સ્‍વયસેવક મુકેશ દોશીનો આજે જન્‍મ દિવસ છે યશસ્‍વી પ૮માં વર્ષમાં પ્રવેશી રહેલ મુકેશ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના સ્‍થાપક અગ્રણી છે. ઉપરાંત યંગસ્‍ટાર કલબ ઓફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્‍ટી, રકતદાન ચાક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાનના પ્રણેતા હોવા સાથે વિવેકાનંદ યુથ કલબ, ભાડલા હવેલી સહીતની સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે શ્રીનીધી ક્‍ેડીટ કો-ઓપ સોસાયટીના મેનેજીંગ ડીરેકટર છે. સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ, કોટેચા ગર્લ્‍સ સ્‍કુલ અને આર.ડી.ગારડી બી.એડ્‍. કોલેજના ટ્રસ્‍ટી છે. મો.૯૮રપ૦ ૭૭૭રપ રાજકોટ

 

(12:13 pm IST)