Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એબીવીપી સ્‍ટુડન્‍ટ ફોર સેવાના પૂર્વ સંયોજક દર્શન સિંધવનો જન્‍મદિન

 

રાજકોટ,તા. ૭ : શિશુકાળથી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા દર્શન ચમનભાઇ સિંધવનો આજે જન્‍મદિવસ છે. વી.વી.પી. ઇજનેરી કોલેજમાં બી.ઇ.સિવિલ થઇ વ્‍યવસાયે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. રાજકોટમાં અભ્‍યાસ દરમ્‍યાનથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કાર્ય શરૂ કરેલ. એ.બી.વી.પી.માં રાજકોટ મહાનગરનાં મંત્રી તરીકે, સ્‍ટુડન્‍ટ ફોર સેવા ગુજરાત પ્રાંત સંયોજકની જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલ. તેમના પિતાશ્રી ચમનભાઇ સિંધવ વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંતમાં મંત્રી તરીકેનું અભૂતપૂર્વ કાર્ય કરેલ હાલ સુરેન્‍દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. દર્શન સિંધવને મો. ૯૪૦૯૩ ૮૦૮૧૯ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:20 pm IST)