Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સૌરાષ્ટ્ર વિહિપના પૂર્વ મીડિયા ઇન્ચાર્જને ૭૧મું બેઠુ

વિજય કારિયાને લોકસેવાનો રંગ જન્મદિનની શુભકામનાનો સંગ

રાજકોટઃ વિજય કારિયા રંગાઇ ગયા રંગમાં, જન્મદિનની શુભેચ્છા તણા સંગમાં... જાણીતા રઘુવંશી અગ્રણી અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મીડિયાના ભૂતપૂર્વ વડાનો જન્મ તા.૪ જુન ૧૯પ૧ના દિવસે થયેલ. આજે સેવાભાવથી ભરપુર જીવનના ૭૧માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ બીઝનેસ ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલક છે.

વિજય કારિયાએ નાગરિક સહકારી બેંક સોરઠિયાવડી શાખા, ઇન્ડીયન લાયન્સ વાઇબ્રન્ટ મુંબઇ ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ટેજ એન્ડ એવોર્ડ સમિતિ, દીકારનું ઘર સંચાલિત વહાલુડીના વિવાહની સમિતિ, યુથ ફોર ડેમોક્રેસી, લોહાણા, મહાપરિષદ વગેરે સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે સાદુ જીવન અને ઉચ્ચ વિચાર તેમની આગવી ઓળખ છે તેઓ હંમેશા પોતાના નામ મુજબ 'વિજય' પંથના પ્રવાસી રહ્યા છે.મો.૯૮૭૯પ પ૦૧૦પ રાજકોટ

(11:40 am IST)