Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સાસણ ગીરના પૂર્વ અને નર્મદાના ડી.સી.એફ. ડો.સંદીપકુમારનો જન્મ દિવસ

પ્રભાસ-પાટણ તા.૩: એશીયાટીક સિંહોથી જગપ્રસિધ્ધ ભૂમિ સાસણને પોતાની અંગત સુઝબુઝ, ધગશ, ઉત્સાહ દાખવી સાસણને વિશ્વ ફલક સુધી પહોંચાડી પ્રવાસીઓમાં ગુજરાતને ગૌરવ અપાવનાર એવા નર્મદા વન્ય પ્રાણિ વિભાગના ડી.સી.એફ અને સાસણના પૂર્વ ડી.સી.એફ સંદીપકુમાર આજે તેમની જીંદગીના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪મા વર્ષમાં પ્રવેશે છે.

તા.૩-૧-૭૫ના રોજ જન્મેલા તેઓ જિનેટીકસ જેવા વિષયમાં ઉંચ્ચ ડીગ્રી મેળવ્યા બાદ સીવીલ સર્વીસીઝમા જોડાયા અને વાઇલ્ડ લાઇફ એજ્યુકેશન ક્ષેત્રે તેમનું યોગદાન છે સિંહના જીવનનું અને તેની રહેણીકરણીનો સુક્ષ્મ અભ્યાસ કરી તેમણે અનેક પુસ્તકો લખ્યા છે.

વન-વનરાજી તથા વનરાજો વિષે તેઓ હરતી-ફરતી ઇન્સાઇકલ ઓફ ઇન્ડીયા છે.પ્રકૃતિ શિબિરો-વન્ય પ્રાણીઓનું જતન અને સુરેખ આકર્ષક અને વન્યપ્રાણી ફોટોગ્રાફી તેમનો શોખ છે.રાજય સરકારની યોજનાઓ ઊંચ્ચ અમલદારોનું માર્ગદર્શન અને સાથી કર્મચારીઓનો સહકારથી તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન સામાન્ય પ્રવાસીથી માંડી વી.વી.આઇ.પી. પ્રતિભાઓને તેમણે પ્રભાવિત કર્યા છે.હાલ તેઓ નર્મદા જીલ્લા ખાતે ફલાવર ઓફ વેલી પ્રોજેકટ-ટાયગર સફારી પાર્ક અને ઓર્ગેનીક ખેતીના પ્રોજેકટમાં કાર્યરત છે તેમના જન્મદિવસે ઠેર-ઠેરથી હાર્દિક શુભેચ્છાઓ મો.૯૯૧૩૧ ૪૪૩૩૯ ઉપર મળી રહી છે.

(11:10 am IST)