Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરાનો જન્મદિનઃ ઠેર-ઠેરથી શુભેચ્છા

રાજકોટ તા.૧: શહેર ભાજપના ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરાનો આજે જન્મ દિવસ છે. મંગલમય જીવનના ૪૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાઇને સતત કાર્યરત રહ્યા છે. ભુતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં શહેર ભાજપ મંત્રી તરીકે જવાબદારી સંભાળેલ તેમજ શહેરના વોર્ડ નં.૧૬ના મહીલા મોરચાના પ્રભારી તરીકે તેમજ ભાજપ મહીલા મોરચાના મહામંત્રી તરીકે પણ સફળ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી ચૂકયા છે હાલ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ટેલીફોન સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ કાર્યરત છે. ઉપરાંત લુહાર સહિયર મહીલા મંડળ ગ્રુપના પ્રમુખ,લુહાર મહીલા મંડળમાં વિવિધ ગ્રુપ, ડાંડીયા રાસ, સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ છે. તેમના જન્મદિવસે મો.૯૯૨૪૮ ૪૪૮૪૩ ઉપર ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:49 pm IST)