Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારીનો જન્મદિવસ

મોરબી, તા. ર૭ : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તથા સમાજસેવક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. દેવાનભાઈનો ૨૭ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ જન્મ થયો હતો. નાનપણથી જ દેશભકિત અને સમાજસેવાની ચાહના હતી. તેથી મોરબી પોલીસમાં જોડાયા હતા. છતાં તેના અંદર રહેલી સમાજસેવાથી દૂરના રહી શકયા અને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તરીકે લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. યંગ ઇન્ડિયા ગ્રુપ થકી તે સર્વધર્મ સમભાવની ભાવના સાથે હિંદુ તેમજ મુસ્લીમ અન્ય સમુદાયના દરેક તહેવારોને પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના સમન્વયથી વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ઘશ્રમના વડીલો સાથે ઉજવણી કરે છે.  જન્મદિવસ પર તેમના પરિવારજનો, મિત્રો તથા સ્નેહીજનો દ્વારા તેમના મોબાઈલ ૯૮૨૫૯૦૮૭૮૭ પર શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે.

(1:04 pm IST)