Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજકોટ ડર્મેટોલોજી એસોસીએશનના પ્રેસીડન્ટ ડો.ચેતન લાલસેતાનો જન્મદિવસ

રાજકોટ,તા.૨૭ : રાજકોટ ડર્મેટોલોજી એસોસીએશનના  પ્રેસીડન્ટ અને શહેરના જાણીતા ચર્મરોગ નિષ્ણાત ડો. ચેતન લાલસેતાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૧ વર્ષ પૂરા કરી ૪૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ડો.ચેતન લાલસેતાએ ૨૦૦૨માં જામનગરથી એમ.ડી. સ્ક્રિનની ડિગ્રી મેળવી રાજકોટમાં પોતાનું ખાનગી કલીનીક શરૂ કર્યું છે, જે છેલ્લાં ૧૫ વર્ષથી કાર્યરત છે. રાજકોટ ડર્મેટોલોજી એસોસીએશનમાં છેલ્લાં ચાર વર્ષથી પ્રેસીડન્ટ તરીકે સેવા આપતા ડો.લાલસેતા તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત સહિત પાંચ રાજયના વેસ્ટ ઝોનના ચર્મરોગ નિષ્ણાતોની કોન્ફરન્સમાં સેક્રેટરી તરીકે, એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત રાજયની કોન્ફરન્સ જીમાકોન-૨૦૧૬ના સેક્રેટરી તરીકે તથા આઈ.એમ.એ.રાજકોટના સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકયા છે. ૧૫ વર્ષની કારકીર્દી દરમિયાન અનેક કેમ્પમાં તેઓએ સેવા આપી સમાજ પ્રત્યેની ફરજ અદા કરી છે. (મો.૯૮૨૫૧ ૯૯૫૮૫)

(1:04 pm IST)