Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સોમનાથ મંદિર ટ્રસ્ટની રચના કરનાર પરિવારના અમૃતલાલ જાનીનો આજે જન્મદિન

કોડીનાર તા.૨૭: સોમનાથ મંદિર ટ્રસ્ટની રચના કરનાર જગજીવનભાઇ શંકરભાઈ જાનીના પુત્ર અમૃતલાલ જાનીનો જન્મ તા.૨૭-૧૨-૧૯૨૨ના રોજ થયેલ.

તેમણે એ.વી.સ્કૂલ કોડીનારમાં નોન-મેટ્રીક સુધીનો અભ્યાસ કરી વારસામાં મળેલ વેપારના ધંધામાં જોડાયા અને ૧૯૬૩ માં નગર પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા ત્યારથી અમૃતલાલ જાનીએ જાહેર જીવનમાં પ્રવેશ કર્યા સને ૧૯૬૩ થી ૧૯૯૩ સુધીના ત્રીસ વર્ષના સમય દરમ્યાન ૨૫ વર્ષ નગર પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપેલી સને ૧૯૬૬માં સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યા ત્યારથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે સોમનાથ મંદિરનો જીર્ણોધાર કરવા માટે સને ૧૯૯૦ થી પ્રયત્નો શરૂ કર્યો તેમાં અમૃતલાલના માર્ગદર્શન અને સફીય પ્રયત્નને કારણે સોમનાથ મંદિર સંકુલ અતિ આધુનિક બન્યુ. સને ૧૯૮૫ થી નાગરીક બેંકના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

તેમના પ્રયત્નોથી કોડીનાર નાગરીક બેંકને અમરેલી જીલ્લાની પ્રથમ નંબરની નાગરીક બેંક તરીકે સ્થાન અપાવ્યું છે તેથી તા.૩૦-૪-૧૯૯૭ના દિવસે ઇન્દુભાઇ પટેલના હસ્તે ચેરમેન અમૃતલાલ જાનીને શિલ્ડ અને પ્રશિસ્ત પત્ર મળેલ છે

નગરમાં પ્રાથમિક શાળાનાં મકાનો ૧૦૦ વર્ષે જુના અને જીર્ણ થઇ ગયેલ. અપૂરતી સગવડવાળા હતા. તેથી આધુનિક સગવડોવાળા પ્રાથમિક શાળાના મકાનો બનાવવાનો પ્રસ્તાવ અમૃતલાલ જાનીએ કોડીનારના નગરજનો આગળ મૂકયા. તેના ભાગરૂપે કોડીનાર કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવેલ. કેળવણી મંડળ કોડીનારની પ્રમુખ અમૃતલાલ જાનીના સક્રિય પ્રયત્નોથી ઉના રોડ પર ચાર  બ્લોકમાં કુલ ૮૦ ઓરડા સાથે આધુનિક સગવડોવાળું પ્રાથમિક શાળાનું સંકુલ નિર્માણ પામ્યું. તેમજ જૂની પ્રાથમીક શાળાના સ્થાને શ્રીમતી પાર્વતીબેન વિઠ્ઠલદાસ શાહ કન્યા વિદ્યાલયનું બિલ્ડીંગ અસ્તિત્વમાં આવ્યું.

આ સેવાઓ ઉપરાંત ચેમ્બર્સ ઓફ કોર્મસના પ્રમુખ કોડીનાર રૂરલ સોસાયટીમાં વાઇસ ચેરમેન અર્બન કો.ઓ.ફેડ (ગુજરાત)ની સભ્ય, અમરેલી જિલ્લાના સહકારી સંઘના ડાયરેકટર કનકાઇ ટેમ્પલ ટ્રસ્ટના ઉપપ્રમુખ, અમરેલી જિલ્લા પોલીસ એડવાઇઝર કમિટીના મેમ્બર વગેરે સંસ્થાઓમાં ઉત્કૃષ્ટ સેવા આપેલ. આવા ભગીરથ કાર્ય કરનાર અમુબાપાને તા. ૨૦૦૨ના રોજ સન્માન કરીને સેવા માટે બિરદાવી હતી.

(11:34 am IST)