Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

શહેર એનસીપીના મહામંત્રી ધવલ રાવલનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૪ : શહેર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના મહામંત્રી અને વોર્ડ નં. ૩ માંથી ચુંટણી લડી ચુકેલા ધવલભાઇ રાવલનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૨૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ ધવલ રાવલે પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, માજી સાંસદ રામજીભાઇ માવાણીના કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. હાલ ગોવર્ધન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. વ્યવસાયે ગવર્નમેન્ટ લેબર કોન્ટ્રાકટર છે. તેમના મો.૯૭૨૩૬ ૫૧૯૧૮ છે.

(2:43 pm IST)