Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ખાંટ (રાજપૂત) સમાજના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇ ગુજરાતીનો જન્મ દિવસ

રાજકોટઃ ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પૂર્વપ્રમુખ નરસિંહભાઇ ભુરાભાઇ ગુજરાતીનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના  ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ એમ.એ.બી.એડ્.એલ.એસ.જી.ડી. સુધી અભ્યાસ કરેલ છે. તેઓએ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન ઓકટ્રોય આઉટડોર સ્ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ. છેલ્લે તેઓ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા તેમજ ખાંટ જ્ઞાતિના માસિક ''ધર્મવાણી''ના માનદ્ સંપાદક મંડળમાં સેવા આપે છે. મો. ૯૭ર૭૯ ર૭રપ૪ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(2:47 pm IST)