Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેષભાઈ સોનારાનો જન્મદિન

જૂનાગઢ :. માધ્યમિક શિક્ષક તરીકે તક્ષશીલા વિદ્યાલયમાં ફરજ બજાવતા અને જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારાનો આજે જન્મ દિન છે.

તેઓ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘમાં મંત્રી તરીકેનો હોદો ધરાવે છે. તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કારોબારી સમિતિમાં તપાસ સમિતિના સભ્ય હાલમાં છે. તેમને મો. ૯૮૭૯૫ ૪૯૨૨૯ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(12:51 pm IST)